Ribda: તંત્રનું મેગા ડિમોલેશન કોણે કરાવ્યું?

Ribda

ગોંડલના Ribda ગામમાં તાજેતરમાં થયેલ ડીમોલિશન રાજકીય તૂફાનનું કેન્દ્ર બન્યું છે. Ribda થી ગોંડલ સુધીના માર્ગ પર સરકારી જમીન પર દબાણ હટાવવાના નામે ઠાકરધણી હોટલ સામે થયેલી ડીમોલિશન કાર્યવાહી હવે વિવાદનો વિષય બની છે. હોટલ માલિકે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, “રીબડા ગામમાં અન્યો અનેક દબાણો છતાં ફક્ત મારી હોટલ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે, જેનો સીધો સંબંધ રાજકીય કિન્નાખોરી સાથે છે.” તેમણે દાવો કર્યો કે પૂર્વ ધારાસભ્ય અને તેમના મળતિયા રાજકીય સ્વાર્થ માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ડીમોલિશન કરાવ્યું છે.

 આ પણ વાંચો – Ribda: ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને ખુલ્લી ધમકી

મેહુલ ભરવાડે વધુમાં એવો દાવો પણ કર્યો કે રીબડાની શાંતિ નષ્ટ કરવાનો અમુક લોકો પ્રયાસ કરી રહ્યા છે અને “ગોચરની જમીનમાંથી અનેક દબાણો હટાવવાના બદલે ફક્ત એક જગ્યા પર કાર્યવાહી કરીને તંત્ર એકતરફી વ્યવહાર કરી રહ્યું છે.”

Scroll to Top