Vatva: મોટો જમીન વિવાદ, ભુમાફિયાઓનો જુઓ ત્રાસ

Vatva

રાજ્યના મુખ્યમંત્રીના શહેર અમદાવાદમાં એક વખત ફરીથી પોલીસ અને ભૂમાફિયાઓની મિલીભગતનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. Vatva વિસ્તારમાં એક ખેડૂતે ગંભીર આરોપ લગાવ્યા છે કે, Vatva પોલીસ જમીન કબ્જા કરાવતી ભૂમાફિયાઓની મદદ કરી રહી છે.

આ પણ વાંચો – BJP Gujarat: ભાવનગર BJPમાં આંતરિક વિખવાદની ચરમસીમા

ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, Vatva પોલીસ સ્ટેશનના વહીવટદાર તથા કોન્સ્ટેબલ રાજભા અને બિહારીદાન ગઢવી ભૂમાફિયા સાથે મળીને જમીન કબ્જા કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. તેઓ પરમારે એવો આરોપ પણ લગાવ્યો કે, પોલીસની હાજરીમાં મુન્ના ભરવાડ અને રણજિત ભરવાડ જેવા ભૂમાફિયાઓએ જમીન પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, જ્યારે મૂળ ખેડૂતે જમીન પર થઈ રહેલા કબજાને લઇને 100 નંબરે પોલીસને જાણ કરી, ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભુમાફિયાઓને બચાવતાં, પોતાના હક માટે લડતા ખેડૂત વિરુદ્ધ જ FIR નોંધાવી દીધી. ગુજરાત હાઇકોર્ટ અગાઉ પણ રાજ્યની જમીન પર થઇ રહેલા બેફામ કબજાઓ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. છતાં, સ્થાનિક પોલીસ માફિયા સાથે મળીને ખેડૂતોના હકને નડતી હોવાનું જણાઈ રહ્યું છે.

 

 

Scroll to Top