“ક્યાં છે કાયદાનો ડર?” – Rajkot માં સતત વધી રહેલા નશાની હાલતમાં વાહન ચલાવવાના કેસોએ ફરી એકવાર શહેરીજનોને હેરાન કરી નાખ્યા છે. બિગબજાર નજીક નશામાં ધુત કાર ચાલકે એકસાથે 8 વાહનોને ટક્કર મારી, જેમાં બે મહિલાઓ – એક્ટિવા પર સવાર માતા-પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
રાજકોટમાં બિગબજાર પાસે નશામાં કારચાલકે એકસાથે 9 વાહનોને ઉડાવ્યા | Newz Room Gujarat#rajkot #bigbajar #accident #rajkotpolice #rajkotpolicecomissioner #ViralVideo #newzroomgujarat pic.twitter.com/OArz4M9fQH
— Newz Room (@NewzRoomGujarat) July 30, 2025
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કાર ચાલક સંપૂર્ણપણે બેફામ હાલતમાં હતો. કાર બિના નિયંત્રણે દોડાવતો જઈ રહી હતી અને થોડી જ સેકન્ડોમાં એક પછી એક વાહનોને ધડાધડ ટક્કર મારી. ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આકસ્મિક હુમલા જેવી ઘટનાઓ વચ્ચે લોકોએ પોતાનું કાબૂ ગુમાવ્યું. નશેડી કાર ચાલકને પકડીને તેની કાર પર પથ્થરમારો કર્યો અને રસ્તા પર જ તેને ઠપાઠપ ધોલાઈ કરી. લોકોની માંગ છે કે આવા તત્વોને કડક સજા મળે.
આ પણ વાંચો – Patidar Samaj: સરદારધામમાં વિદ્યાર્થીઓ સાથે આવું થાય છે?
પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. કાર ચાલકની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓએ દારૂ પીતો હતો કે નહીં તે માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.