પોરબંદરમાં Gang Rape નો જે મામલો હતો તેને લઈને સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ ટીમો જે પોલીસે બનાવી હતી એ ટીમને સફળતા મળી છે. મુખ્ય આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો. પોરબંદર Gang Rape ની ઘટનામાં 04 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું અને તે બાદ ચકચાર મચી ગઈ હતી. કેફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ આંચર્યું હોવાનું સામે આવી હતી. ત્યારબાદ આરોપીઓ દુષ્કર્મ કરી અને ફરાર થયા હતા. ફરાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. જેમાંથી એક મુખ્ય આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો – Hira Jotva: પિતા અને પુત્રની મુશ્કેલીમાં ફરી વધારો
દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરાઈ છે. તો બીજી તરફ મુખ્ય આરોપી જયરાજ છે તેનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. સૌથી મોટા સમાચાર કે જયરાજને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આ સૌથી મોટા સમાચાર નરસંગ ઠેકરી નજીક આ વરઘોડો કાઢી અને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું. વૃંદાવન પાર્ટી પ્લોટએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, સાથે સાથે જે આરોપીઓ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.