ગુજરાતમાં રોજગાર યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને ફરી એક વખત રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ) હેઠળ થયેલા કૌભાંડમાં રાજકીય રંગ ઊંડો થતો જઈ રહ્યો છે. હવે કેસમાં મોટા રાજકીય નામો બહાર આવતાં નહી માત્ર તપાસનો ઘેરો ઊંડો થયો છે પરંતુ અદાલતી લડત પણ ચુસ્ત થઈ છે.
આ કેસમાં મોટું નામ છે – કોંગ્રેસના આગેવાન Hira Jotva અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા. બંનેએ સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટ દ્વારા સખત શબ્ડોમાં નામંજૂર કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ થયેલા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા દલીલ કરવામાં આવી કે, “Hira Jotva અને દિગ્વિજય કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે, તેઓ બહાર આવ્યા તો સાક્ષીઓ પર દબાણ આવી શકે છે અને તપાસ પ્રભાવિત થઈ શકે છે.”
સત્ર અદાલતે દલીલ માની લીધી અને બંનેની જામીન અરજી રદ કરી છે. બંને હાલ જેલમાં જ રહેશે અને તેમની પૂછપરછ વધુ ઊંડી થશે. અદાલતના આ નિર્ણયને સરકાર તરફથી એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. હાલ સુધીમાં 6 થી વધુ લોકોની અટકાયત થઈ ચૂકી છે અને ફરિયાદીઓના દાવા પ્રમાણે હજુ પણ ઘણા રાજકીય અને પ્રશાસકીય સ્તરે મોટા નામો છે, જેના ખૂલવાના સંકેતો મળ્યા છે. પોલીસે અને ACB દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દસ્તાવેજી તપાસ, જમીનના રેકોર્ડ અને ફંડ ટ્રાન્સફર અંગે ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – New Jersey: ભીષણ ગરમીનો કહેર, 1936 બાદ તૂટ્યો રેકોર્ડ
Hira Jotva ને કોંગ્રેસનો રાજકીય ચહેરો ગણવામાં આવે છે. તેમની અને પુત્રની અદાલતી પરિસ્થિતિ કોંગ્રેસ માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. બીજી તરફ ભાજપ આ મુદ્દે નિશાન સાધીને વિરોધ પક્ષના ભ્રષ્ટાચાર પર વ્યાપક રીતે પ્રચાર કરી શકે છે.