અમેરિકાના New Jersey માં ગરમીએ નવા રેકોર્ડ્સ સ્થાપ્યા છે. વર્ષ 1936 બાદ પહેલીવાર તાપમાન આટલી ભયંકર સ્તરે પહોંચ્યું છે. એડિસન અને પિસ્કાટાવે શહેરોમાં તાપમાન 42°C (107°F) નજીક પહોંચી જતા લોકોની જીવનશૈલી પ્રભાવિત થઈ રહી છે. સ્થાનિક વેધશાસ્ત્રીઓએ આ સ્થિતિને “એક્સ્ટ્રીમ હીટ એડવાઇઝરી” તરીકે વર્ગીકૃત કરી છે અને લોકો માટે આરોગ્ય અંગે ચેતવણી આપી છે.
આ પણ વાંચો – Operation Sindoor: પ્રધાનમંત્રીનો હુંકાર “સિંદૂર થી સિંધુ સુધી”
New Jersey ના હોસ્પિટલો અને ઇમર્જન્સી સેવાઓએ જણાવ્યું છે કે હિટ સ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને હીટ એક્ઝોશનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટાભાગના પીડિતોમાં વૃદ્ધો, બાળકો અને ખુલ્લા સ્થળે કામ કરનારા લોકો સામેલ છે. New Jersey હેલ્થ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ પ્રાધિકારોએ જાહેર સુચના આપી છે: “કૃપા કરીને આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળો. રહેવા માટે શીતલ સ્થાન પસંદ કરો, પૂરતું પાણી પીઓ અને શારીરિક મહેનત ટાળો.” શહેરમાં ઠંડક કેન્દ્રો (Cooling Centers) ખુલ્લા મુકવામાં આવ્યા છે,
Today, I visited @NJSP HQ for an extreme heat briefing.
Extreme heat is expected to continue across the state through tomorrow. pic.twitter.com/3ntnuaPNNk
— Lt Governor Tahesha Way (@LtGovWay) July 29, 2025
મહત્વપૂર્ણ બાબત એ છે કે હવામાન વિભાગે આગામી 48-72 કલાક સુધી ઉગ્ર ગરમી યથાવત રહેવાની આગાહી કરી છે. એવી પણ શક્યતા છે કે તાપમાન આગામી દિવસોમાં વધુ ઉંચી સપાટીએ પહોંચી શકે. આ વર્ષે નોંધાયેલ તાપમાન 1936 પછી સૌથી વધુ છે. એ વખતે અમેરિકાના મધ્ય પ્રદેશોમાં ભીષણ ગરમી પડી હતી. હવે ન્યૂજર્સી પણ એ જ સ્થિતિ તરફ વળી રહ્યો છે.