Mira Ahir :- રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર દાદાગીરી પર ઉતર્યું હતું. લોક્સાહિત્યકારો સાથે પણ સિવિલ હોસ્પિટલમાં દાદાગીરી કરવામાં આવતા વિવાદ ઘેરો બન્યો છે. થોડા સમય પહેલા હકાભા ગઢવી સાથે પણ દાદાગીરી કરી હતી. હવે લોકગાયક મીરા આહીર સાથે પણ સિવિલ તંત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. મીરા આહીરે વીડિઓ બનાવી રોષ વ્યક્ત કર્યો હતો. આ વીડિયોમાં મીરા આહિરે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડોક્ટરે ફાઇલનો ઘા કરી કહ્યું દાખલ કરવા નથી. 45 મિનિટ સુધી અમને રઝળાવ્યાં હતા. મારા ભાઈની તબિયત વધુ ખરાબ છતાં કોઈએ ધ્યાન ન આપ્યું હતું. જે થાય તે કરી લેવાની મીરા આહીરને ધમકી આપી હતી. આ સિવાય મીરા આહીરે કહ્યુ કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. મારી સાથે દાદાગીરી કરી એનું જવાબદાર કોણ ? તેમ જણાવ્યું હતું. મીરા આહીરે વીડિઓ વાઈરલ કરી તંત્રની પોલ ખોલી કરી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બબાલ મામલે, જાણીતા કલાકાર મીરા આહીરે ગંભીર આરોપ લગાવ્યા હતા, હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આરોપ સામે હોસ્પિટલના સત્તાધીશોએ ખુલાસો કર્યો હતો.
રાજકોટ સિવિલના સત્તાધીશોએ ઉડાઉ જવાબ આપ્યો હતો. ડોક્ટરે જણાવ્યું હતું કે, એ વ્યક્તિ ખુદ ચાલીને આવ્યો હતો. એને કોઈ પણ જાતની ઇજા ન હતી. એને પહેલેથી જ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું હતું. એને ક્યાંય શરીર માંથી લોહી પણ નીકળતું ન હતું. જો સ્ટાફએ ગેરવર્તન કર્યું હશે તો તપાસ કરીશું. મીરા આહીરએ ગેરવર્તન કર્યું હશે તો એની પણ તપાસ થશે.