Congress – રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2027ની લડાઈ હવે આ ચહેરાઓ લડશે…ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતા ટીમમાં ફેરફાર કરાયો છે. તુષાર ચૌધરીને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. ઉપનેતા તરીકે શૈલેષ પરમાર અને દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય
પ્રવક્તા તરીકે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા અનેખજાનચી તરીકે દિનેશ ઠાકોર, મંત્રી તરીકે કાંતિ ખરાડીને જવાબદારી સોંપાઈ છે.
Congress :- 2027ની લડાઈ આ ચહેરાઓ લડશે.. કોંગ્રેસની નવી ટીમ જાહેર..
