Rajkotની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. પાંચ મહિના પહેલાં લોક સાહિત્યકાર Hakabha Gadhvi ને કડવો અનુભવ થયો હતો, હવે જાણીતા સિંગર અને લોકસાહિત્યકાર Mira Ahirને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે. Mira Ahir સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વીડિયો બનાવી Social Media પર પોસ્ટ કર્યો છે. જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું અને તેઓના ભાઈને ઈમર્જન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરી ફાઈલ માગતા છુટ્ટો ઘા કર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ મીરા આહીરે વીડિયો બનાવી આ મામલે તંત્ર પાસે જવાબ પણ માગ્યો છે.
મીરા આહિરે સમગ્ર ઘટનાને લઈને અને તંત્ર પાસે જવાબ માગતા બનાવેલા વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઇમર્જન્સી વિભાગમાં 45થી 50 મિનિટ સુધી રાહ જોયા છતાં, કોઈ પણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો નહોતો. આટલું જ નહીં, મીરાઆહીરે ઇમર્જન્સી વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કરવાનો અને અભદ્ર ભાષાના ઉપયોગનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
રાજકોટ સિવિલની કામગીરી પર સવાલો ઊભા થયા
આ ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા કરે છે. અગાઉ અનેક વખત સિવિલ હોસ્પિટલ તેની બેદરકારી અપૂરતી સુવિધાઓ, સ્ટાફના ગેરવર્તન જેવી બાબતે વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ત્યારે વધુ એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ ગણાતી સરકારી હોસ્પિટલમાં જો આવા કલાકારોને પણ કડવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, તો તે ચિંતાનો વિષય છે.
પાંચ મહિના પહેલાં હકાભા ગઢવીને પણ કડવો અનુભવ થયો હતો આજથી પાંચ મહિના પહેલાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દર્દીઓ સાથે લુખ્ખાગીરી કરે છે, આવું જાણીતા હાસ્યકલાકાર હકાભા ગઢવીએ વીડિયો જાહેર કરી કહ્યું હતું. હકીકતમાં તેમની બહેનનો અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો. સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે હકાભા ગઢવીએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોડા આવે છે અને દર્દીને પરેશાન કરે છે. લુખ્ખાગીરી કરતાં હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરે છે. ગુજરાત સરકારની છબિ ખરડાય તેવી કામગીરી સિવિલ હોસ્પિટલ કરી રહી છે. તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી