રાજકોટ શહેરમાં અમરનાથ મહાદેવ મંદિરનો વિવાદ હવે વધુ વકર્યો છે. મંદિરના વ્યવહાર અને ધાર્મિક કામગીરી અંગે ક્ષેત્રીય ક્ષત્રિય આગેવાન PT Jadeja પર દાદાગીરીના ગંભીર આક્ષેપો સાથે હેરાનગતિના આરોપો ઉઠ્યા છે. મંદિરના ટ્રસ્ટીઓ અને આસપાસના રહેવાસીઓએ મળીને રાજકોટના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં PT Jadeja સામે ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે, તેઓ મંદિરના પ્રમુખ નથી છતાંયે ફરજીયાત દખલગીરી કરે છે અને પોતાના સપોર્ટ્સ સાથે દર્શનાર્થીઓને હેરાન કરે છે.
આ પણ વાંચો – Rajkot: સરદારધામ અને ખોડલધામ આમને સામને?
શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે ત્યારે આવા વિવાદો શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી ઊભી કરે છે. આવેદનમાં જણાવાયું છે કે પીટી જાડેજાની દખલગીરીને કારણે દર્શન માટે આવતા ભક્તો ઘણીવાર તંગાઈ અનુભવે છે અને વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે. આવેદનપત્રમાં પીટી જાડેજા પર મંદિરના વિવિધ નિર્ણયો અને આયોજનમાં બિનઅધિકૃત દખલગીરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથે તેઓની સામે “દાદાગીરી” કરી શ્રદ્ધાળુઓને અને ટ્રસ્ટીગણને ડરાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.