Weather Tracker: ગુજરાત માટે આવનારા દિવસો વરસાદથી ભરેલા રહેવાના છે. IMD Ahmedabad એ રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આજે 25 જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે.
આ પણ વાંચો – MNREGA Scam: ભરૂચ, દાહોદ બાદ હવે અહીં પણ કૌભાંડની ગંધ!
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કેટલીક જગ્યાએ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકી શકે છે, જે વૃક્ષો પડવાના તેમજ વીજ પુરવઠા ખોરવાવાના બનાવો બની શકે છે. અત્યાર સુધી કોઈ મોટી હાનિ નોંધાઈ નથી, પરંતુ જિલ્લાના વહીવટીતંત્રને એલર્ટ મૂડ પર રાખવામાં આવ્યું છે. NDRF અને SDRF ટીમો પણ તૈયારીમાં છે જેથી આવશ્યકતા આવે ત્યારે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી શકાય. ભારે વરસાદની આ ચેતવણીને ગંભીરતાથી લેવી ખૂબ આવશ્યક છે. ખાસ કરીને શાળા-કૉલેજો અને કામકાજે જતાં લોકો માટે સલામતીના પગલાં અનિવાર્ય છે.