Everest-Maggi: સુરત શહેરમાં ફૂડ સેફ્ટીને લઈને ગંભીર કામગીરી કરતાં પોલીસ વિભાગે મસાલામાં ભેળસેળ કરતા મોટું ગિરોહ પકડી પાડ્યું છે. Surat Police એ Everest-Maggi મસાલા જેવી જાણીતી બ્રાન્ડ જેવી કે એવરેસ્ટ અને મેગી જેવી બ્રાન્ડના નકલી મસાલા બનાવનાર પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો – MNREGA Scam: ભરૂચ, દાહોદ બાદ હવે અહીં પણ કૌભાંડની ગંધ!
પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે 24,71,000 રૂપિયાનો ભેળસેળ યુક્ત મસાલાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભેળસેળ કરેલ મસાલાની પેકિંગ માટે એક અન્ડરગ્રાઉન્ડ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી, જ્યાંથી મોટા પાયે નકલી મસાલા તૈયાર થઈ બજારમાં વેંચવામાં આવતો હતો.