MNREGA Scam: ભરૂચ, દાહોદ બાદ હવે અહીં પણ કૌભાંડની ગંધ!

MNREGA Scam

MNREGA Scam: ગુજરાતમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે હવે પંચમહાલ જિલ્લો પણ વિવાદમાં ઘેરાઈ ગયો છે. ભરૂચ અને દાહોદ બાદ હવે પંચમહાલના અનેક ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના (MNREGA) અંતર્ગત ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે.

આ પણ વાંચો – Weather Alert: 24 કલાકમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા

સ્થાનિક સ્તરે મળેલી માહિતી અનુસાર, પંચમહાલના કેટલાય ગામોમાં કામો નામમાત્ર બતાવી ખર્ચ કરાયો છે. ઘણા ખેડૂતો અને શ્રમિકોના નામ રજિસ્ટરમાં દાખલ કરાયા, પણ વાસ્તવમાં કોઈ કામ થયું નહોતું. અહેવાલ મુજબ, મનરેગા ફંડનો દુરૂપયોગ, ફેક હાજરી રજિસ્ટર, કામ વિના મજૂરીના ચૂકવણાં જેવી ઘટનાઓ સામે આવી રહી છે.

MNREGA Scam મુદ્દે Congress ના નેતા ભૂપેન્દ્રસિંહ ખેરે જિલ્લા તંત્ર સામે રજૂઆત કરી છે અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ તેમજ સરપંચોના નામ બહાર લાવવા માંગ કરી છે. તેઓએ આરોપ મૂક્યો કે: “સરકારના નિયમો મુજબ વિકાસના કામો થયા નથી. ભ્રષ્ટાચારને સરકારથી જ રક્ષા મળી રહી છે. પંચમહાલના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે.”

 

 

Scroll to Top