Visavadarમાં દીવાલને લઇ મોટો ડખો – Italiya અને ભાજપના કાર્યકરો સામસામે

Visavadarના ભેસાણનાં હડમતીયા ગામે એક દીવાલને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. AAP ના MLA Gopal Italiya અને ભાજપના કાર્યકરો આમને-સામને આવ્યા છે.

MLA Gopal Italiya ગામે પહોંચી એક બહેનના ઘરની આગળ બનેલી બેલાની દીવાલ હટાવી દીધી. ઈટાલીયાએ આ કાર્યવાહી દરમ્યાન ભાજપના ગુંડાઓ પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, “આ દીવાલ ભાજપના ગુંડાઓએ બનાવી છે.”

જો કે ટૂંક સમયમાં જ ગામના અન્ય લોકોએ ફરીથી આ દીવાલ ઉભી કરી દીધી. આ સાથે ગામના લોકો અને ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખે પ્રશાસનના ઓર્ડર બતાવતા ઈટાલીયાની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા.

બંને પક્ષના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. આ મામલે ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખે ઈટાલીયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “મોટો ગુંડો તું છે ભાઈ. ગામમાં આવી અંદરો અંદર ઝગડો કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.”

હાલમાં મામલો ગરમાયો છે અને ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે.

Scroll to Top