Gujarat ATS દ્વારા તાજેતરમાં થયેલી આતંકી ઝડપની કાર્યવાહી પછી સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્થાનિક પોલીસ દ્વારા શનિવાર રાત્રે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
આ પણ વાંચો – Patidar Samaj: ગુજરાતના રાજકારણમાં ફરી થશે ઉથલપાથલ!
પોલીસ દ્વારા કોમ્બિંગ દરમિયાન સામાજિક સંવેદનશીલતા જાળવવામાં આવી હતી. તપાસ દરમિયાન લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખીને તમામ કાર્યવાહી કરાઈ, જેથી કોઈ જાતનો દુર્ભ્રમ પેદા ન થાય અને વિશ્વાસ જળવાઈ રહે. હુસૈની મસ્જિદ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી અને સ્થાનિક સંચાલકો સાથે મુલાકાત કરીને જરૂરી માહિતી મેળવવામાં આવી.