Visavadar: માલધારીઓ કેમ કરી રહ્યા છે આંદોલન?

Visavadar

Visavadar તાલુકામાં ગૌચરની જમીનના પ્રશ્નને લઈને માલધારીઓ છેલ્લા 18 દિવસથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. સરકાર અને સ્થાનિક ધારાસભ્ય તરફથી જવાબ ન મળતા આંદોલન હવે વધુ ગરમાયું છે. માલધારીઓના કહેવા મુજબ, Visavadar ના ધારાસભ્ય Gopal Italia પણ તેમની વાત સાંભળવા તૈયાર નથી. માલધારી આગેવાનોએ ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, “અમે અમારું દુઃખ જણાવવા એમને ફોન કરીએ છીએ પણ ધારાસભ્ય અમારો ફોન જ ઉઠાવતા નથી.” મહત્વપૂર્ણ છે કે, આંદોલન કરતા માલધારીઓ સતત ઉપવાસ પર છે અને છેલ્લા 18 દિવસથી તેઓ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Isudan Gadhvi: વંગડી ડેમ મુદ્દે સરકારને આપી ચીમકી

મામલો ત્યારે વધુ સંવેદનશીલ બન્યો જ્યારે એક માલધારી આગેવાન જગાભાઈ ભરવાડે આત્મવિલોપનની ચીમકી આપી. પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું અને આજે જગાભાઈ ભરવાડની વિસાવદરના કાલસારી ગામેથી અટકાયત કરી. માલધારીઓનો આરોપ છે કે જગાભાઈને લોકઅપમાં પૂરાઈ દેવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે આજે પણ અનેક માલધારીઓ પોલીસ સ્ટેશન સામે એકઠા થયા અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. તેમની મુખ્ય માંગ છે કે ગૌચરની જમીન પર થતા અત્ત્યાચાર બંધ કરવામાં આવે અને જમીન જાળવવામાં આવે. માલધારીઓએ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે જો તંત્ર અને સ્થાનિક નેતાઓ સમયસર સંવાદ નહીં કરે, તો આંદોલન રાજ્યવ્યાપી બનશે.

Scroll to Top