BJP Gujarat: આ ધારાસભ્યનું કાર્યકર સાથે જ અસભ્ય વર્તન!

BJP Gujarat

BJP Gujarat ના વધુ એક નેતા વિવાદમાં ઘેરાયા છે. Matar ના ધારાસભ્ય કલ્પેશ પરમાર અને ભાજપના જ એક કાર્યકર વચ્ચેના ટેલિફોનિક સંવાદનો ઓડિયો વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં ધારાસભ્યનો ઉદ્ધતાઈભર્યો અવાજ અને કાર્યકર સાથેના કટુ વચન ચર્ચાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો – Rajkot: આ તાલુકાને પણ થોડા વિકાસની જરૂર છે !

વિવાદની શરૂઆત કાર્યકરના એક સીધા પ્રશ્નથી થઈ હતી – “મહોદય, આપણાં વિસ્તારમાં રસ્તાની હાલત ખૂબ જ નબળી છે. આમ જનતા ત્રાહિમામ પોકારી રહી છે, આપ શું પગલા લેશો?” ધારાસભ્ય કલ્પેશ પરમારનો ઉગ્ર પ્રતિસાદ આવ્યો: “શું રસ્તા મેં તોડ્યા છે? તું ભાઈ દાદાગીરી કરે છે હવે હો? સરકાર મંજૂર કરશે ત્યારે રોડ બનશે!” વિરોધ પક્ષ તેમજ સ્થાનિક લોકોમાં આ ઓડિયો બાદ ભારે નારાજગી છે. સોશિયલ મિડિયા પર લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, “જો પોતાના કાર્યકરને જ આવો જવાબ મળે, તો સામાન્ય જનતાનું શું થતું હશે?”

Scroll to Top