ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ફંડમાં મોટાપાયે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ Punja Vansh એ કલેકટર વિરુદ્ધ પારદર્શકતાની ઉણપ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. Punja Vansh એ દાવો કર્યો કે DMF ફંડમાંથી કરવામાં આવેલી રૂ.9.27 કરોડની ખરીદીમાં લગભગ 55% જેટલો ભ્રષ્ટાચાર થયો છે. તેમની માન્યતા મુજબ, લગભગ રૂ.4.75 કરોડના લેવડદેવડમાં ગેરરીતિ જોવા મળી છે, જે સ્પષ્ટ રીતે સંભવિત કૌભાંડ તરફ ઇશારો કરે છે.
પૂંજા વંશે સમગ્ર કૌભાંડની ભ્રષ્ટાચાર નિર્મૂળન શાખા (ACB) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે અને જણાવ્યું કે જનહિતના નામે ચલાવાતા આ પ્રકારના કૌભાંડો પર કડક પગલા ભરવા જોઈએ.
આ પણ વાંચો – Harsh Sanghavi: ગુનો આચરતા તત્વો સામે કડક કાર્યવાહી