ગુજરાતના Porbandar જિલ્લામાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં 4 શખ્સોએ મળીને એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાના પરિવારજનની ફરિયાદના આધારે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ સગીરાને નાસ્તો કરાવવાના બહાને ફોસલાવી, તેણીને એક સફેદ કલરની ગાડીમાં બેસાડી. ત્યારબાદ તેણીને કેફી પીણું પીવડાવ્યું અને શહેરના પ્રખ્યાત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે દુષ્કર્મ આચર્યું. ચોંકાવનારી વાત એ છે કે આ પાર્ટી પ્લોટમાં સંડોવાયેલા એક આરોપી સાથેના સંબંધી સંપર્ક પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો – Ribda: હાર્દિકસિંહનો ગુનાહિત ઇતિહાસ તો જુઓ
Porbandar પોલીસે ઘટનાની ગંભીરતા અનુસાર તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય આરોપીઓના શોધખોળ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. FIR માં જાહેર થયેલ તમામ મુદ્દાઓને આધારે કાનૂની કાર્યવાહી ચાલે છે અને સપાટીના સ્તરે તપાસ શરૂ થઇ ગઈ છે.