Ribda: હાર્દિકસિંહનો ગુનાહિત ઇતિહાસ તો જુઓ

Ribda

Ribda: ગોંડલની અંદર મોડી રાત્રે જે ફાયરિંગની ઘટના બની હતી. જ્યારે ફાયરિંગની ઘટના બની ત્યારે આરોપ એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે લાગ્યા હતા. જો કે હવે આખી આ ઘટનાની બાદ ફાયરિંગ થયા બાદ જે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયો હતો. એ ફાયરિંગના કેસના મામલાની અંદર જે વિડીયો Hardiksinh Jadeja એ વાયરલ કર્યો હતો. એ વાયરલ વિડીયોને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે.

આ પણ વાંચો – Ribda પેટ્રોલપંપ પર ફાયરિંગની ઘટના મામલે રાજકોટ જિલ્લા પોલીસનું નિવેદન આવ્યું

ફાયરિંગ બાદ પૂર્વ ધારાસભ્ય Jayrajsinh Jadeja ની સામે આરોપ લાગ્યા હતા. ફાયરિંગ થયાના ગણતરીની કલાકો બાદ હાર્દિકસિંહ જાડેજાએ જવાબદારી લીધી. કુખ્યાત આરોપી તરીકે હાર્દિકસિંહ જાડેજાએ જવાબદારી લીધી હતી કે આ ફાયરિંગ મેં કરાવ્યું છે. હજી આ ટ્રેલર હોવાની વાત હાર્દિકસિંહ જાડેજાએ કરી હતી. જો કે હાર્દિકસિંહ જાડેજાને લઈ હવે રાજકોટના ગોંડલ તાલુકા પોલીસની ટીમે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં આખી આ ઘટનાની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Scroll to Top