પોરબંદરમાં ચાલી રહેલા વ્યાજખોરીના બહોચર્ચિત કેસમાં દિવસે દિવસે નવાં ખુલાસા સામે આવી રહ્યા છે. હાલ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે Hiralba Jadeja જૂનાગઢની જેલમાં બંધ છે, ત્યારે હવે કમલાબાગ પોલીસે હિરલ બાના સાગરીતને પણ ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા પોરબંદરના કમલાબાગ પોલીસ મથકે આ કેસમાં ફરી એક ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે હવે તપાસ વધુ ગતિ પકડી રહી છે.
હાલમાં એક નવી ઓડિયો ક્લિપ વાયરલ થતાં કેસમાં તીવ્ર ઉથલપાથલ સર્જાઈ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં ન માત્ર ફરિયાદીને વારંવાર ફોન કરવાને લઈ આક્ષેપો થયા છે, પરંતુ પોલીસ તંત્રને પણ ડરાવા માટે કથિત રીતે ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ છે. ફરિયાદી તરફથી આરોપ મુકાયો છે કે હિરલ બા તથા તેમના સાગરીતોએ તેમને અંદાજે 150થી વધુ વાર ફોન કરી ધાકધમકી આપી છે. Hiralba Jadeja ના સાગરીત અને પોરબંદર વ્યાજખોરી કેસના સૂત્રધારને એક દિવસના પોલીસ રિમાન્ડ પર લીધો છે. ફરિયાદીનું કહેવું છે કે 75 લાખના મૂલ્યે લીધેલી રકમ સામે 4 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા, છતાં હજુ પણ ઉઘરાણી ચાલુ હતી.
આ પણ વાંચો – Rajkot: ‘આફ્રિકન સ્ટુડન્ટ’ કરે છે આવા કામ?
વાયરલ ઓડિયો ક્લિપમાં હિરેન ઓડેદરા નામના શખ્સે આરોપીને અપહરણ કરવાની ધમકી આપ્યાનું પણ જણાવ્યું છે. એટલું જ નહીં, ક્લિપમાં પોલીસ તંત્ર અંગે કરાયેલા સંવેદનશીલ ટિપ્પણીઓએ પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ પર પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ દ્વારા તમામ ઓડિયો ક્લિપનું ફોરેન્સિક વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે અને આરોપીઓની ભૂમિકા અંગે ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે. પોરબંદર શહેર તથા રાજ્યભરમાંથી પણ આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે કારણ કે તેમાં રાજકીય અને સામાજિક સ્તરે પણ અસર જોવા મળી રહી છે.