Hiralba Jadeja: સાગરીત હિરેન ઓડેદરાને પોલીસે ઝડપી લીધો

Hiralba Jadeja

Porbandar માં વ્યાજખોરીનો ગંભીર કેસ સામે આવ્યો છે, જેમાં Hiralba Jadeja અને હિરેન ઓડેદરા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેમણે માત્ર ₹75 લાખ આપ્યા હોવા છતાં વ્યાજના નામે આશરે ₹4 કરોડ જેટલી રકમ ઉઘરાવી લીધી હતી. ફિશિંગના વેપારી હરીશ પોસ્તરીયાએ કમલાબાગ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોરબંદરની કમલાબાગ પોલીસે ઝડપી પગલાં ભરતાં ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી હિરેન ઓડેદરાને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો – Sabarkantha: કેમ AAP ની ખેડૂત પશુપાલક મહાપંચાયત?

આ મામલો શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, વ્યાજખોરીના આ કેસમાં Hiralba Jadeja અને હિરેનની જોડીએ માત્ર મૂડી રકમના ચારથી પાંચ ગણા જેટલી રકમ ઉઘરાવી હતી, જે કાયદેસર રીતે ન હોય શકે. કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમ આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે અને વધુ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. પોલીસના સૂત્રો મુજબ, આ કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોને પણ તપાસના ઘેરામાં લાવવામાં આવશે.

ફરી એકવાર, પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરીના કેસોને લઈ ચિંતાની લાગણી વ્યાપી રહી છે. નાગરિકોએ આવા લોભલાલચમાં ન આવવા અને કોઈ પણ પ્રકારની આપત્તિમાં હો તો કાયદાકીય મદદ લેવાની અપીલ કરવામાં આવી છે.

 

Scroll to Top