Amreli જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ ખેડૂત દંપતીની લૂંટના ઇરાદે કરપીણ હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલા પૂર્વ વિપક્ષના નેતા Paresh Dhanani એ તંત્ર અને કાયદો વ્યવસ્થાની નિષ્ફળતાની ગાંઠ ખોલી નાખી હતી. Paresh Dhanani એ મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, “લૂંટના ઇરાદે કરાયેલી આ જઘન્ય હત્યાથી સમાજમાં ભયનો માહોલ છે. ગુંડાઓ અને લુંટારાઓને જો કાયદાનો ભય નહીં હોય, તો સમાજે ખુદ ઉજાગરો કરવો પડશે.” તેમણે આરોપ મૂક્યો હતો કે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે.
આ પણ વાંચો – BJP Gujarat: બંધબારણે મોટી બેઠક, નવા-જૂની થવાના…
“આ ઘટના માત્ર દુર્ઘટના નથી, આવી અનેક ઘટનાઓ અગાઉ પણ ખાંભા, લીલીયા, ચિતલમાં બની ચૂકી છે. તંત્ર ધારે તો આવી ઘટના છેલ્લી બની શકે,” એમ Paresh Dhanani એ જણાવ્યું. આ ઘટનાની તપાસ અંગે પણ ધાનાણીએ કડક ટિપ્પણી કરી હતી. “ઘટનાને દિવસો વીત્યા છતાં હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. મેં એસ.પી.ને પણ ફોન કરીને આરોપીઓની ધરપકડ અંગે માહિતી માંગેલી છે.”
તેમનું કહેવું છે કે પોલીસની નિષ્કાળજીને કારણે ગામડાઓમાં રહેતા વૃદ્ધો માટે જીવલેણ પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમણે તંત્રને ફરજ પર ચોતરફ કામ પર ઉતરી જવાની અને આરોપીઓને ઝડપથી પકડવા તથા તેમને કડક સજા આપવાની માંગ કરી છે. ઘટનાના પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.