PT Jadeja: અમરનાથ મંદિરમાં થઈ બોલાચાલી

PT Jadeja

Rajkot ના અમરનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતી નિવૃત DySP કે. બી. ઝાલા હેઠળ યોજાઈ હતી. આરતીના પ્રસંગે મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સુરક્ષા દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. મહાઆરતી દરમિયાન સ્થાનિક રાજકીય નેતા PT Jadeja તેમના પરિવાર સાથે મંદિર પહોંચ્યા હતા. PT Jadeja ચાલુ આરતી દરમિયાન જ મંદિરમાં પ્રવેશ્યા હતા, જેના પગલે ત્યાં હાજર કેટલાક લોકો સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જાણવામાં આવી રહ્યું છે કે, PT Jadeja અને અન્ય વ્યક્તિઓ વચ્ચે અગાઉ પણ વિવાદ થયો હતો, જેની અસર આજના પ્રસંગે જોવા મળી હતી.

આ પણ વાંચો – BJP Gujarat: બંધબારણે મોટી બેઠક, નવા-જૂની થવાના…

એક મહિના પહેલા બનેલા વિવાદના પગલે, ઘટનાને લઈ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલની મહાઆરતી દરમિયાન પણ એ જ જૂના વિવાદની છાયાં જોવા મળી હતી. બોલાચાલી દરમ્યાન મોજૂદ લોકોને પણ અસ્વસ્થતા અનુભવી હતી અને થોડીવાર માટે વાતાવરણ ઉગ્ર બન્યું હતું. આ મામલે પોલીસે તત્કાળ સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું અને મામલાને થાળે પાડી દીધો હતો. ત્યારબાદ પી.ટી. જાડેજાએ પરિવાર સાથે શાંતિપૂર્વક મહાદેવના દર્શન કર્યા હતા અને આરતીમાં ભાગ લીધો હતો.

મંદિરના પ્રશાસકો તરફથી જણાવવામાં આવ્યું કે, આવી ધાર્મિક ઘટનાઓમાં શાંતિ જાળવવી જરૂરી છે. ભક્તો વચ્ચે કોઈ રકસ કરવા જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે આગોતરા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેને કારણે સ્થિતિ બગડવા પામી નહીં.

Scroll to Top