Chaitar Vasava: આજે નક્કી થશે, જામીન કે પછી જેલવાસ?

Chaitar Vasava

આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય Chaitar Vasava ની જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. Chaitar Vasava સામે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ કાનૂની પ્રક્રિયા આગળ વધી રહી છે. આગળ, ચૈતર વસાવાની જામીન અરજીને મેન્જિસ્ટ્રેટ કોર્ટે તેમજ સેશન્સ કોર્ટે ફગાવી ચૂકેલી છે, જે બાદ તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

આ પણ વાંચો – Yuvrajsinh Jadeja: ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ મુદ્દે આંદોલનના એંધાણ!

ATVT ની બેઠક દરમિયાન મામલો ગરમાવ્યાની માહિતી સામે આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર ચૈતર વસાવાએ એક મહિલા નેતાને નાંમોચી ભાષામાં ગાળો આપી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ગંભીર આરોપોના આધારે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મામલે હવે રાજકીય તાપમાન પણ વધ્યું છે. AAP દ્વારા હજુ સુધી સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, પરંતુ ચૈતર વસાવાના સમર્થકો તેમનાં પર લાગેલા આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે. હવે ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાની જામીન અરજી પર શું નિર્ણય આપે છે, એ તરફ સૌની નજર છે.

Scroll to Top