Hiralba Jadeja: વધુ એક પોલીસ ફરિયાદ

Hiralba Jadeja

કુતિયાણા બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાની કથિત પત્ની Hiralba Jadeja ની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પોરબંદર અને જૂનાગઢના સાઇબર ફ્રોડ કેસમાં અત્યાર સુધી જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહેલી Hiralba Jadeja ની સામે હવે વધુ એક નવો ગુનો નોંધાયો છે. જૂનાગઢ શહેરના કમલાબાગ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, હિરલબા જાડેજા પર વ્યાજખોરીના ગંભીર આરોપો મૂકાયા છે. ફરિયાદી હરીશ પોસ્તરીયાના જણાવ્યા મુજબ, તેમણે મચ્છીનો વ્યવસાય શરૂ કરવા માટે હીરલબાથી આશરે ₹75 લાખ નાણાં લીધા હતા. આ રકમ પર હીરલબાએ દર મહિને 3% વ્યાજ વસૂલવાનું શરતી કરાર કર્યું હતું.

આ પણ વાંચો – Chaitar Vasava: ધરપકડના પડઘા સૌરાષ્ટ્રમાં પણ જોવા મળ્યા

ફરિયાદ પ્રમાણે, ₹75 લાખની મુખ્ય રકમના મુકાબલે હીરલબાએ કુલ ₹4 કરોડ જેટલી રકમ વસૂલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદીએ કહ્યું કે સતત ઊંચા વ્યાજના દબાણમાં રહી તેઓએ વ્યાપાર પણ ગુમાવ્યો અને આર્થિક રીતે તૂટીને હવે ન્યાય માગી રહ્યા છે. હીરલબા અગાઉ પણ સાઇબર ફ્રોડ કેસોમાં આરોપી રહી ચૂક્યા છે, અને હાલમાં જ તે જૂનાગઢ જેલમાં જ છે. કમલાબાગ પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તબક્કે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હીરલબાની વિરુદ્ધ આવી વધુ ફરિયાદો પણ શક્ય છે. આ કેસ હવે ફક્ત નાણાંકીય પણ રાજકીય માળખામાં પણ ભારે ઊથલપાથલ લાવી શકે છે.

Scroll to Top