Chaitar Vasava: ધરપકડના પડઘા સૌરાષ્ટ્રમાં પણ જોવા મળ્યા

Chaitar Vasava

ડેડિયાપાડીથી શરૂ થયેલા ધારાસભ્ય Chaitar Vasava ની ધરપકડનો મુદ્દો હવે સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો ઉભો કરી રહ્યો છે. વડોદરા, ડેડીયાપાડા અને રાજપીપળા બાદ હવે આ મુદ્દાના પડઘા સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. અમરેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ Chaitar Vasava ની અટકાયત વિરુદ્ધ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું છે. AAP નેતાઓએ આરોપ મૂક્યો છે કે, ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને આ એક રાજકીય બદલો છે. તેઓએ સરકાર વિરુદ્ધ સત્તાધીશો માટે અસહમતિ વ્યક્ત કરી હોવાથી તેઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો પણ AAP તરફથી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Liquor Party: દારૂની મહેફિલ પર પોલીસના દરોડા

Chaitar Vasava ની સંજય વસાવા સાથે થયેલી તીવ્ર બોલચાલ અને ઘર્ષણ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આમ છતાં, AAP કાર્યકર્તાઓએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાને એકતરફી રીતે પેશ કરીને ચૈતર વસાવાને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમરેલી કલેક્ટર કચેરીએ રજૂઆત કરીને યોગ્ય તપાસ તથા ચૈતર વસાવાની પોલીસ કસ્ટડીમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી.

AAPનું કહેવું છે કે જો ચૈતર વસાવા વિરુદ્ધ સાચા પુરાવા હોય તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવવી જોઈએ, પણ કોઈને માત્ર રાજકીય ઈન્તકામના આધારે લક્ષ્ય ન બનાવવામાં આવે. હાલમાં ચૈતર વસાવા પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલી રહી છે. જો કે AAP આ કિસ્સાને લઈને સતત સરકાર પર દબાણ વધારતો જઈ રહ્યો છે. આ કેસ હવે માત્ર કાયદાકીય મુદ્દો નહીં રહી, પરંતુ ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવતો મુદ્દો બની રહ્યો છે.

Scroll to Top