જ્યારથી Visavadar માં Gopal Italia આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા છે. ત્યારથી જ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ ચર્ચામાં છે. ત્યારે પહેલીવાર જૂનાગઢમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચે છે, ત્યારે 30 થી વધુ એ પ્રશ્નો ત્યાં પૂછે છે. ગોપાલ ઈટાલિયાએ રોડના કામની વાત કરી કે જ્યાં જ્યાં રોડ મંજૂર થયા અને જ્યાં જ્યાં રોડ બનાવવાની જે વાત હતી તેના કાગળો અમને આપો અમારે ચેક કરવું છે. એના બીજા જ દિવસે તાલુકા પ્રમુખ હરેશ સાવલિયા એમની ટીમ સાથે ગ્રાઉન્ડ પર જઈને જુએ છે. તો ત્યાં તો રોડ પણ ન હતો અને જ્યાં રોડ હતો તો ત્યાં ખાડા પડી ગયા હતા.
Visavadar: જુઓ, કાગળ પર બનેલા રોડ કેવા હોય?
