પાકિસ્તાન ભારત સામે પડ્યું ઢીલું, ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઈમ ટેબલમાં થશે ફેરફાર

 

 

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ ICCએ હજુ સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. ભારત અને પાકિસ્તાનના ખરાબ સંબંધો અને પાકિસ્તાનમાં સુરક્ષા જોખમ હોવા છતાં પીસીબીને આશા છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન આવશે. PCBએ ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં ડ્રાફ્ટ શેડ્યૂલમાં રાખી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના અગાઉના સ્ટેન્ડથી પીછેહઠ કરીને તેના દ્વારા આયોજિત થનારી 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા તૈયાર
થઈ છે.

2025 ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા તૈયાર

એક અહેવાલ મુજબ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચ યુએઈમાં યોજાઈ શકે છે. જો આવુ થશે તો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. અગાઉ 2023માં એશિયા કપ પણ હાઇબ્રિડ મોડલ પર જ યોજાયો હતો. ત્યારે પણ હોસ્ટિંગ પાકિસ્તાન પાસે હતું. ભારતે શ્રીલંકામાં તેની મેચ રમી કારણ કે, સરકારે ખેલાડીઓને સરહદ પારથી મુસાફરી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

ભારતની મેચો દુબઈ અથવા શારજાહમાં રમે તેવી પૂરી સંભાવના

જો ભારત સરકાર પાકિસ્તાન પ્રવાસને મંજૂરી ન આપે તો ટાઈમ ટેબલમાં ફેરફારો કરવામાં આવી શકે છે. કારણ કે ભારતની મેચો દુબઈ અથવા શારજાહમાં રમે તેવી પૂરી સંભાવના રહેલી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ મામલે ક્યારે અંતિમ નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલની જાહેરાત 11 નવેમ્બરે થઈ શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલની જાહેરાત 11 નવેમ્બરે થઈ શકે છે. PCB આગામી સપ્તાહ સુધીમાં ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરવા માટે ICC પર દબાણ કરી રહ્યું છે. PCBએ ICC સાથે સંભવિત શેડ્યૂલ પર ચર્ચા કરી છે. પાકિસ્તાન જુના ટાઈમ ટેબલ પ્રમાણે મેંચો થાય તેવું ઇચ્છે છે. PCBએ ICCને કહ્યું કે, સંશોધિત બજેટ સાથેની વૈકલ્પિક યોજના પહેલેથી જ અસ્તિત્વમાં છે તેથી સંભવિત શેડ્યૂલને રિલીઝ કરવામાં વિલંબ કરવાનો કોઈ અર્થ નથી.

 

 

 

 

 

 

Scroll to Top