અમરેલી જિલ્લામાં આવેલ ઢૂંઢીયા પીપળીયા ગામમાંથી મળેલા હત્યાના ખૂનખાર બનાવને પગલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વૃદ્ધ ખેડૂત દંપતીની નિર્મમ હત્યા પછી ગામમાં ઘેરા શોક સાથે સાથે લોકોમાં ગુસ્સો પણ દેખાઈ રહ્યો છે. આવી ગંભીર ઘટનાને લઈ આજે વિસાવદરના ધારાસભ્ય અને મુખ્ય નેતા Gopal Italia ઢૂંઢીયા પીપળીયા પહોંચ્યા હતા.
Gopal Italia એ મૃતક દંપતીના પરિવારજનોને મળીને તેમને સાંત્વના આપી હતી અને ઘટનાની નિકાળ માટે સરકાર અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “આ કાયદો અને વ્યવસ્થાની નહીં, પણ માનવતાની પણ હત્યા છે. જે ઘટનાઓ પહેલા યુ.પી. અને બિહાર જેવી જગ્યાએ સાંભળી હતી, આજે એ આપણા ગુજરાતમાં, આપણા ગામમાં થઈ રહી છે.” તેઓએ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી અને ઝડપથી આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી. Gopal Italia એ કહ્યું કે ગામના લોકોમાં ભયનો માહોલ છે, “એક ઘરે ઘટના ઘટી છે, કાલે બીજા ઘરે ના બને એનો ડર આજે દરેકમાં છે.”
આ પણ વાંચો – Kutch: ASI નો મિત્ર CRPF જવાને જ કેમ જીવ લીધો, કારણ શું?
ગ્રામજનોની ઉપસ્થિતિમાં થયેલી સભા દરમિયાન ઇટાલીયાએ તંત્રને ચેતવણી પણ આપી કે જો આરોપી ઝડપથી નહીં પકડાય, તો આક્રોશ વધે તેવો સંજોગ ઊભો થઈ શકે છે. પોલીસને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે આવા ગુનાખોરોને પકડવામાં કોઈ ઢીલસાથે નહિ ચાલે. હાલ પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા અને સંભવિત આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે. ગ્રામજનોમાંથી અનેક લોકોએ પણ પોલીસે સમક્ષ પોતાનું ભય અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.