Kutch ના Anjar શહેરમાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં CRPF માં ફરજ બજાવતા એક જવાને મહિલા ASIની ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાખી છે. ઘટનાનું મૂળ કારણ પારિવારિક બાબતોને લઈને થયેલો ઉગ્ર ઝઘડો માનવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી દિલીપ શંકર જાદવ હાલમાં મણિપુરમાં CRPF માં ફરજ બજાવે છે અને હાલમાં રજા પર પોતાના વતનમાં આવ્યો હતો. આરોપી અને મૃતક મહિલા ASI વર્ષ 2021થી ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને વચ્ચે લાગણીસભર સંબંધ વિકસ્યો હતો. તેઓ છેલ્લા ઘણાં સમયથી રિલેશનશિપમાં સાથે રહેતા હતા.
આ પણ વાંચો – Bhavnagar: પોલીસ પુત્રએ સમગ્ર ઘટના જણાવી
ઘટનાના દિવસે કોઈ પારિવારિક બાબતે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઝઘડો એટલો વધ્યો કે દિલીપ જાદવે પોતાના પ્રેમીાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. હત્યા બાદ દિલીપ જાદવે પોતે પોલીસ મથકે પહોંચી અને ગુનાની કબૂલાત આપી દીધીછે. પોલીસે આરોપીને હિરાસતમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક મહિલા ASIને ન્યાય મળે તે માટે પોલીસ તરફથી કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યાં છે. અંજાર શહેર અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાથી શોક અને આક્રોશનું મોજુ પ્રસરી ગયું છે. એક મહિલાની હત્યા એ પણ પ્રેમ સંબંધને લઈને બનેલી ઘટના હોવાને કારણે લોકોમાં ભારે ચર્ચા છે.