આમ આદમી પાર્ટી (AAP)માં ઘમસાણ મચતું જોવા મળી રહ્યું છે. બોટાદ શહેરના પૂર્વ AAP પ્રમુખ કાળુભાઇ રાઠોડે ધારાસભ્ય Umesh Makwana સામે ગંભીર અને ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર રાઠોડનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ Umesh Makwana ની કામગીરી અને વર્તન અંગે ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો – Weather Tracker: 6 જિલ્લામાં રેડ અને 15 માં ઓરેન્જ એલર્ટ
વિડિયોમાં કાળુભાઇ રાઠોડે જણાવ્યું કે, “Botad ના ધારાસભ્ય તરીકે Umesh Makwana એ આજદિન સુધી શહેર માટે એકપણ કામ કરેલું નથી. બોટાદની જનતાના પ્રશ્નો અમે ઉઠાવ્યા ત્યારે અમારા ઉપર દબાણ અને ધમકીઓ આપવામાં આવી.” તેમણે આરોપ મૂક્યો કે ધારાસભ્યે મને તથા નગરપાલિકા ચીફ ઓફિસરને માર મારવાની ધમકી આપી હતી. તેમનું કહેવું છે કે, “ઉમેશ મકવાણા માત્ર પોતાના પેટ માટે રાજકારણ કરે છે. તેમને બોટાદની કોઈ ચિંતા નથી.”