Gandhinagar માં સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખડભડાટ મચી ગયો છે. અમૃતસરમાં સુવર્ણ મંદિર બાદ ગુજરાતમાં વિસ્ફોટ થાય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. Gandhinagar માં સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખડભડાટ મચી ગયો છે. પોલીસ દોડતી થઈ છે કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખડભડાટ મચી ગયો છે. ઈમેલમાં તામિલનાડુના રાજકારણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત જાણવા મળી રહી છે. તમિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તીઓ સંદર્ભે પણ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે.
આ પણ વાંચો – Umesh Makwana: પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં અનામતની કરી માંગ