Umesh Makwana: પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં અનામતની કરી માંગ

Umesh Makwana

રાજ્યના રાજકીય વર્તુળોમાં આજે એક મહત્વની માંગણી ઉઠી છે. બોટાદના ધારાસભ્ય Umesh Makwana એ સરકારી કોન્ટ્રાક્ટમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત જાળવવા રાજ્ય સરકારને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.

Umesh Makwana એ મુખ્યમંત્રી Bhupendra Patel ને લખેલા પત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતાં સરકારી કોન્ટ્રાક્ટો ખાસ કરીને ચોક્કસ સમાજના લોકોને જ આપવામાં આવે છે, જેના પરિણામે બાંધકામના ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થાય છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, “એક જ સમાજને કોન્ટ્રાક અપાય છે જેના કારણે બ્રિજ તૂટે છે.”

આ પણ વાંચો – સાબર ડેરી અને ચૈતર વસાવા મુદ્દે મહાપંચાયત 2 દિવસ Arvind Kejriwal આવશે ગુજરાત

તેમના જણાવ્યા અનુસાર, “પ્રાઇવેટ કંપનીઓમાં પણ SC, ST અને OBC વર્ગના લોકોને અનામત મળી શકે છે,” ત્યારે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ એ જ ન્યાય આપવો જરૂરી છે. ઉમેશ મકવાણાની આ માંગણી પછી રાજ્યની રાજકીય ચર્ચાઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં આ બાબતને વિધાનસભામાં પણ ઉઠાવવાની સંભાવના વ્યક્ત કરી છે. હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે શું પગલું ભરે છે.

Scroll to Top