Gujarat Congress માં ભૂકંપ આવશે એ નક્કી?

Gujarat Congress

Gujarat Congress: ગુજરાતના રાજકારણમાં આજે મોટા ફેરફારની ઘોષણા થઈ છે. કોંગ્રેસ હાઇકમાન્ડે રાજ્યમાં સંગઠન તેમજ વિધાનસભા સ્તરે નવી આગેવાનીના નામો જાહેર કર્યા છે. અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (GPCC) નવા પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. બીજી તરફ, તુષાર ચૌધરીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

જુની લાઇન, નવી રણનીતિ?

આ બંને નેતાઓ રાજકીય રીતે અનુભવી અને પાર્ટીમાં જૂનિઅર અને વરિષ્ઠ નેતા વચ્ચે સંતુલન સાધી શકે એવા માનવામાં આવે છે. જોકે, વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના જણાવ્યા મુજબ, તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવાથી પક્ષના અંદર વિખવાદ ઊભો થવાનો ખતરો છે.

આ પણ વાંચો – Vikram Maadam: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો આંચકો

સૌરાષ્ટ્રમાં કિલબિલાટ: પાટીદાર નેતાઓ નારાજ?

Gujarat Congress: આ નવા નિમણૂકો પછી સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ મળી રહ્યા છે. પાર્ટીના કેટલાક પાટીદાર નેતાઓએ આંતરિક રીતે અસંતોષ વ્યક્ત કર્યો હોવાની ચર્ચા છે. જો પાટીદારોને પાર્ટી સંચાલન અને ઉમેદવારીમાં યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળે, તો આગામી દિવસોમાં એક પછી એક રાજીનામાં થવાની શકયતાઓ ચર્ચાઈ રહી છે.

મોટી ઉલટફેરના સંકેત

વિશ્લેષકોના મતે, આ નિમણૂકો બાદ પાર્ટીમાં જૂની અને નવી પેઢી વચ્ચે સંઘર્ષ વધી શકે છે. ખાસ કરીને પાટીદાર સમાજના નેતાઓ માટે સ્પષ્ટ સ્થિતિ ન હોવા કારણે, તેઓ ભાજપ કે આમ આદમી પાર્ટી તરફ વળે તેવી શક્યતાઓ નકારી શકાય નહિ.

 

Scroll to Top