સૌરાષ્ટ્રના રાજકારણમાં આજે એક મોટી હલચલ સર્જાઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સૌરાષ્ટ્રના અસરકારક રાજકીય ચહેરા તરીકે ઓળખાતા Vikram Maadam એ અચાનક રાજકીય નિવૃત્તિ જાહેર કરી છે. તેમના આ નિર્ણયથી Congress માં મોટા ધક્કા જેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમ માહોલ છે. દ્વારકા જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન Vikram Maadam એ પોતાનું નિર્ધારિત નિવેદન આપતાં કહ્યું:
“હવે હું પ્રજા માટે કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે હું કોઈ ચૂંટણી લડીશ નહીં. જેમને નેતા બનાવ્યા, એ બધાં પૈસા લઇને વેચાઈ ગયા. જો કંપની પૈસા લઈને ઉમેદવાર બનાવે અને એ પછી વેચાઈ જાય, તો હું લડું કોની માટે અને શેના માટે? હું જીવું ત્યાં સુધી આ પંજો મારા ગળામાં રહેશે. કોંગ્રેસમાં નહીં રહું તો બીજે ક્યાં જાવું?“
આ પણ વાંચો – Khodaldham: પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળવું જોઈએ
કોંગ્રેસ માટે મોટો આંચકો
Vikram Maadam ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મજબૂત પાયાના રૂપે કાર્યરત રહ્યા છે. તેઓ માત્ર રાજકારણના ખેલાડી નહીં, પરંતુ ધરતીપુત્ર તરીકે લોકજીવનમાં પણ સારી છાપ ધરાવે છે. તેમના નિવૃત્તિના નિર્ણયથી પ્રદેશ કોંગ્રેસમાં ભારોભાર વિચારોનો મંથન શરૂ થઇ ગયો છે. માડમના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ પાર્ટીની અંદર વધી રહેલા લોબીવાદ, પૈસાની રાજનીતિ અને નિતીગત આદર્શોથી દુર જઇ રહેલી વ્યવસ્થાથી અસંતુષ્ટ છે. તેમના નિવૃત્તિના આંચકા પાછળ રાજકીય નિરાશા છે કે સામાજિક સંદેશ — એ હવે સમય જ કહેશે.