Ahmedabad: મોટા શહેરોમાં પ્રથમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત

Ahmedabad

દેશભરમાં યોજાયેલા સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. Ahmedabad શહેરે આ વર્ષે પણ ગૌરવ મેળવ્યું છે અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુરત શહેરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરો વ્યવસ્થાપન) શ્રેણીમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ પુરસ્કારો રાષ્ટ્રપતિ Draupadi Murmu દ્વારા ગુરુવારના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે મધ્ય પ્રદેશના ઈન્દોરની પસંદગી થઈ છે, જયારે છત્તીસગઢનું અંબિકાપુર બીજે અને કર્ણાટકનું મૈસુર ત્રીજા સ્થાને રહ્યા છે.

આ પણ વાંચો – Umesh Makwana: શું હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે?

ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે, કેમ કે બે મોટા શહેરો – Ahmedabad અને Surat – સ્વચ્છતાના ક્ષેત્રમાં આગળ આવ્યા છે. અમદાવાદએ 2015માં 15મો ક્રમ મેળવ્યો હતો, જ્યારે 2024-25ના સર્વેક્ષણમાં તે સીધો પ્રથમ નંબરે પહોંચ્યો છે, જે શહેરના સતત સુધારા અને લોકોના સહયોગનું પ્રમાણપત્ર છે.

સ્વચ્છ સર્વેક્ષણ 2024ના પરિણામો 17 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં શહેરોની સફાઈ, કચરો સંભાળવાની પદ્ધતિઓ, નાગરિકોની જોડાણ અને નવીન પ્રયાસો સહિત વિવિધ માપદંડો આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

 

Scroll to Top