ભારતના વૈશ્વિક માન્યતા પ્રાપ્ત ફિલ્મ નિર્માતા Satyajit Ray ના બાંગ્લાદેશમાં આવેલા પૈતૃક ઘરને તોડી પાડવાનો પ્રયાસ હાલમાં બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક ચર્ચાનો મુદ્દો બની ગયો છે. મૈમનસિંહ શહેરમાં સ્થિત આ લગભગ 100 વર્ષ જૂના ઘરને તોડી પાડવા માટેના નિર્ણય પર હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, અને બાંગ્લાદેશી અધિકારીઓએ હવે ઘરના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે એક સમિતિની રચના કરી છે.
ભારતે આપી અપીલ, મમતા બેનર્જીનો પણ વિરોધ
ભારત સરકારે બાંગ્લાદેશ સમક્ષ આ નિર્ણય પાછો ખેંચવા માટે આપેલી અપીલમાં જણાવ્યું કે, “આ મિલકત માત્ર ઈમારત નથી, પણ એક સંસ્કૃતિક વારસો છે જે બંને દેશોના સાંસ્કૃતિક ઈતિહાસ સાથે જોડાયેલો છે.” પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી Mamta Banerjee એ પણ આ મુદ્દે તેમના ગુસ્સા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સત્યજીત રેનું ઘર બંગાળની ઓળખ છે. તેની તોડફોડ મંજૂર કરી શકાય નહીં.”
Satyajit Ray: વિશ્વ સિનેમાના અગ્રગણ્ય દિગ્દર્શક
Satyajit Ray માત્ર એક ફિલ્મ દિગ્દર્શક જ નહીં, પરંતુ લેખક, સંગીતકાર અને ચિત્રકાર તરીકે પણ જાણીતા હતા. તેમની ‘પથેર પંચાલી’ જેવી ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય પાટું મેળવ્યું હતું. તેઓએ ભારતીય અને વિશ્વ સિનેમાને નવી દિશા આપી. તેથી તેમનું ઘર માત્ર એક વ્યક્તિની યાદગિરિ જ નહીં, પણ એક યુગના દસ્તાવેજ સમાન છે.
આ પણ વાંચો – Surat: દીકરીને ન્યાય અપાવવા વિશાળ કેન્ડલ માર્ચ
ભાગલા પછી ઘર બાંગ્લાદેશ સરકારની માલિકી હેઠળ
1947માં ભારતના વિભાજન પછી, આ મિલકત બાંગ્લાદેશ સરકારે કબ્જે લીધી હતી. આ ઐતિહાસિક ઈમારત વર્ષો સુધી અવગણવામાં આવી રહી હતી, જે બાદ તાજેતરમાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો – જેના વિરોધમાં હવે ભારત સહીત વિશ્વભરના ફિલ્મપ્રેમીઓએ અવાજ ઉઠાવ્યો છે.
હવે આગળ શું?
બાંગ્લાદેશ સરકારે તોડી પાડવાનો નિર્ણય સ્થગિત કર્યો છે અને એક નવી સમિતિ બનાવી છે જે નક્કી કરશે કે આ ઘરને કેવી રીતે ઐતિહાસિક સ્થાન તરીકે જાળવી શકાય. હવે બધાની નજર આ સમિતિના નિર્ણય પર છે – જે બંને દેશોની સાંસ્કૃતિક કડીને જળવવા માટે મહત્વપૂર્ણ બનશે.