છેલ્લા બે ત્રણ દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે. એ મુદ્દો છે એ સાબરકાંઠાની Sabar Dairy ની બહાર પહોંચે છે, ત્યાં ઉગ્ર આંદોલન થાય છે અને આંદોલન એટલું હિંસક બની જાય છે. તેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે. આપણા દેશમાં સહકાર એટલે ખેડૂત અને પશુપાલકો માટે બનેલી એ સહકારી સંસ્થાઓ છે. વર્ષોથી ખેડૂત અને પશુપાલન સાથે જોડાયેલા નેતાઓ આની અંદર પોતાનું સામ્રાજ્ય ઊભું કરતા હોય છે.
દેશના ખેડૂતો અને પશુપાલકોનું એની અંદર વ્યવસ્થિત ભાવ મળી શકે. તેમના દૂધની કિંમત એ નક્કી કરી શકે એના માટે આ દેશની અંદર આવી સંસ્થાઓ ચાલુ થઈ હતી. પણ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થા હવે રાજકારણનું સાધન બની ગયું છે. જેટલું રાજકારણ આપણા દેશમાં એ રાજનીતિમાં નથી થતું તેનાથી વધારે રાજકારણ હવે આ સહકારી સંસ્થાઓમાં ચાલુ થયું છે.