Chaitar Vasava: કેસમાં નવો વળાંક, કેસ પરત ખેંચવાની તૈયારી!

Chaitar Vasava

થોડા દિવસ દિવસ પહેલા એ પ્રાંત અધિકારી ખાતેની ઓફિસમાં એક ATVT ની બેઠક હતી. આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ઉપસ્થિત હતા. સામે પક્ષે ચંપાબેન અને સંજય વસાવા પણ ઉપસ્થિત હતા લોકોના પ્રશ્નોને લઈ અંદરો અંદર બોલાચાલી થઈ હતી. ઉગ્ર બબાલ થઈ અને બાદમાં છૂટો ગ્લાસ અને મોબાઈલ મારવા જેવી ઘટનાથી સંજય વસાવાએ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસમાં ફરિયાદ દાખલ કરતા મામલો ખૂબ ગરમાયો હતો. એક બાજુ Chaitar Vasava ના સમર્થકો એ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા. બંને પક્ષે આક્ષેપો અને સામસામી પ્રતિક્રિયાઓ આપી. તેની વચ્ચે ગઈકાલે ચૈતર વસાવાના જામીન ઉપર કોર્ટની અંદર સુનવણી હતી. આની પહેલા પણ શુક્રવારે જ્યારે સુનાવણી હતી. ત્યારે બંને પક્ષની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અને કોર્ટે ચુકાદો મોકૂફ રાખ્યો હતો. કોર્ટે એવું કહ્યું હતું કે સોમવારે આ મામલે ચુકાદો જાહેર કરવામાં આવશે. એટલે કે ગઈકાલે જ્યારે સરકારી વકીલ અને એક બાજુ Chaitar Vasava ના વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો – Gopal Italia નો સણસણતો જવાબ કહ્યું ઉપાડો લીધો એટલે શું?

એક બાજુ Chaitar Vasava ના કોર્ટે જામીન નામ નામંજૂર કર્યા છે. તો બીજી બાજુ સામે સમાધાનની ભૂમિકામાં હવે ખુદ સંજય વસાવા મેદાને આવ્યા છે. તેમને પત્ર લખ્યો છે અને પત્રમાં તેમને વાત કરી છે કે આ ઘટનાને અને આદિવાસી સમાજને એક રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે પણ આ ઘટનાને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. ચૈતર વસાવા જો માફી માંગે તો હું આ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તૈયાર છું.

Scroll to Top