મોરબીથી લઈને ગાંધીનગર સુધી છેલ્લા ચાર પાંચ દિવસથી એક જ ચર્ચા હતી કે ચેલેન્જ વર્સીસ ચેલેન્જની રાજનીતિની સૌ કોઈ ચર્ચા કરી રહ્યું હતું. સૌ કોઈ એવું વિચારી રહ્યું હતું કે શું કદાચ રાજનીતિમાં આવું પણ શક્ય છે. રાજનેતાઓની નજર ખૂબ ઊંડી હોય છે અને તે પોતાના અંગત સ્વાર્થ માટે કે અંગત લાભ માટે આવા પોલિટિકલી ડ્રામાઓ કરતા હોય છે. એટલા જ માટે ક્યાંકને ક્યાંક મોરબીમાંથી જે Kanti Amrutiya એ Gopal Italia ને પડકાર ફેંક્યો હતો. ગોપાલ ઇટાલિયાએ પડકારનો સ્વીકાર કર્યો સામે પ્રતિક્રિયા આવી.
આ પણ વાંચો – Visavadar: ચેલેન્જની રાજનીતિ, ઈટાલિયા મેદાને!
સોમવારે 12 વાગ્યે રાજીનામા આપવાની કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો અને ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા. વિધાનસભના પટાંગણમાં પણ પહોંચ્યા, સાડા બારના ટકોરે જેવા શંકર ચૌધરી વિધાનસભામાં પહોંચે છે અને બીજી બાજુ કાંતિ અમૃતિયા લીલા મોઢે ફરીથી મોરબી જવા માટે નીકળી જાય છે. એટલા માટે જ સૌ કોઈ અગાઉથી કહ્યું હતું કે આ એક રાજકીય સ્ટંટ છે. આવું કંઈ શક્ય નથી તેમ છતાંય 1 ટકા જેટલી શક્યતા હતી કે કદાચ આવું પણ બની શકે. પણ જે બનવાનું હતું એ કંઈ ન થયું એ માત્ર પોલિટિકલી ડ્રામા રહ્યો અને તેની વચ્ચે ગોપાલ ઈટાલિયા આખો દિવસ સુધી ચૂપ રહ્યા હતા.