Ahmedabad: વિજય સેંગર અને અજય સેંગરથી લોકો ત્રસ્ત

Ahmedabad

Ahmedabad શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓના નવા મામલે વેપારીઓના શાંતિભંગનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. Ahmedabad ના વ્યસ્ત વેપારી વિસ્તારમાં Vijay Sengar અને Ajay Sengar નામના બે શખ્સો દ્વારા વેપારીઓને ધમકી આપવાના અને પૈસા પડાવવાના ગુનાહિત આરોપો સામે આવ્યા છે. આ આરોપ છે કે બંને લુખ્ખાઓ વેપારીઓ પાસે ભાગીદારીના નામે રૂપિયા લેતાં અને પૈસા પાછા માંગતા વેપારીઓને રિવોલ્વર બતાવી ધમકી આપતા. આવી ઘણી ઘટનાઓથી પરેશાન એક વેપારીએ સીધા DGP Gujarat, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના પોલીસ કમિશ્નર અને ATS સુધી લેખિતમાં ફરિયાદ કરી છે.

Ahmedabad Shahibaug

આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે બંને આરોપીઓ ખુલ્લામાં ફાયરિંગ કરતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આથી શહેરમાં લોખંડી કાયદાની પુનઃસ્થાપન માટે લોકોમાં માંગ ઉઠી રહી છે. ફાયરિંગ અને હથિયારના કેસમાં ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને અજય સેંગર તથા વિજય સેંગરની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ બંને સામે ગુનાહિત કલમો હેઠળ તપાસ શરૂ થઈ છે.

આ પણ વાંચો – PT Jadeja: આજે જેલમાંથી આવશે બહાર!

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડને ફરી એક વખત લૉટરી લાગી છે. ગત એપ્રિલ મહિનામાં Gujarat ATS એ ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ચાલતા ગન લાયસન્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મણીપુર-નાગાલેન્ડ ખાતેથી લાખો રૂપિયા ખર્ચીને હથિયાર પરવાના તેમજ વેપન ખરીદનારા અનેક ગુનેગારો, પશુપાલકો, ખેડૂત અને વેપારીઓની ધરપકડ કરી હતી. જીમ લોન્જનો વિજય સેંગર ફાયરિંગ કરતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. Ahmedabad શહેર પોલીસ હરકતમાં આવે તે પહેલાં Gujarat ATS એ રાતોરાત ઑપરેશન ગન ગેંગ પાર પાડી દીધું અને 6 શખ્સોની ધરપકડ કરી. Gun License Scam નો સૂત્રધાર ઉત્તર ભારતીય વિકાસ પરિષદનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું સામે આવ્યું છે. ATS એ તમામ આરોપીઓ પાસેથી 3 રિવૉલ્વર, 4 પિસ્તૉલ અને 285 કારતૂસ કબજે લીધા હતા.

 

 

Scroll to Top