Gopal Italia ના સમર્થનમાં ગીર સોમનાથથી આવેદન

Gopal Italia

Gopal Italia એ જ્યારથી ધારાસભ્ય બન્યા છે. ત્યારથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ કરી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ધારાસભ્ય Chaitar Vasava ની ધરપકડ થતા Gopal Italia એ બધું જ કામ મૂકીને સીધા જ ડેડિયાપાડા પહોંચે છે. જ્યાં રાજપીપળા કોર્ટની બહાર ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા અંદર જવા માંગતા હતા. પરંતુ તેમને ન જવા દેવામાં આવ્યા. અને ત્યારબાદ આખો આ મામલો મેદાને આવ્યો.

આ પણ વાંચો – Gopal Italia: પૂર્વ શહેર પ્રમુખે પણ કરી 2 કરોડની ચેલેન્જ

ગોપાલ ઈટાલિયાને કોર્ટની અંદર ન જવા દેતાં બીજા દિવસે વહેલી સવારે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડિયો શેર કર્યો. ગુજરાતના તમામે બાર એસોસિએશનને તેમના સમર્થનની અંદર આવવા માટે આહ્વાન કર્યું. જો કે એ જ દિવસે કોર્ટની અંદર ગોપાલ ઇટાલિયા ગયા પણ ખરા કેસ પણ લડ્યા. પરંતુ આ તમામની વચ્ચે બાર એસોસિએશને ગોપાલ ઇટાલિયાના એક બાદ એક સમર્થનની અંદર આવી રહ્યું છે. જ્યાં ગીર સોમનાથથી સૌથી મોટું આહ્વાન વેરાવળ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું.

Scroll to Top