Ahmedabad Plane Crash: Air India ની ફ્લાઇટ નંબર AI 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. એમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આમાં 103 પુરુષ, 114 મહિલા, 11 બાળક અને 2 નવજાત શિશુનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો – Gopal Italia: પૂર્વ શહેર પ્રમુખે પણ કરી 2 કરોડની ચેલેન્જ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ 12 જુલાઈના રોજ 15 પાનાંનો રિપોર્ટ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ વિમાનનાં બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો. ટેક-ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયાં. આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું, “શું તમે એન્જિન બંધ કરી દીધું છે?” બીજાએ જવાબ આપ્યો, “ના.”