હજી તો વિસાવદરના ધારાસભ્ય બન્યા અને ગણતરીના દિવસો થયા છે. ગોપાલ ઈટાલિયાએ હજી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને હાજરીમાં શપથ પણ નથી લીધા. ત્યાં ફરીથી ગોપાલ ઈટાલિયાના નામની ચર્ચાઓ મોરબીમાં શરૂ થઈ છે. મોરબીમાં આ ચર્ચા શરૂ થવા પાછળનું કારણ એ હતું કે જ્યારે મોરબીમાં વરસાદ પડ્યો ત્યાના રસ્તાઓ ખરાબ હતા અને ત્યાં પાણી ભરાવવાની સમસ્યા હતી. ત્યારે અનેક વખત સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને તંત્રને રજૂઆતો કરી હતી.
રજૂઆતો ધારાસભ્ય સુધી પહોંચાડવામાં આવી હતી કે જો મોરબીમાં આવી જ પરિસ્થિતિ રહેશે તો હવે અહીયા પણ વિસાવદર વાળી કરવામાં આવશે. ધારાસભ્ય Kanti Amrutiya નો ઈગો હર્ટ થયો એટલે તેઓએ જાહેરમાં કહી દીધું કે તમે વારંવાર આવા ટોણા મારો છો તો Gopal Italia ને કહી દો કે વિસાવદરમાંથી રાજીનામું આપી મોરબીમાં ચૂંટણી લડવા આવી જાય. જો એ જીતી જાય તો બે કરોડ રૂપિયાની ઇનામની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Raju Karpada અને પોલીસ વચ્ચે કઈ બાબતે થઇ મોટી બબાલ
સતત આ ચેલેન્જની રાજનીતિની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પ્રતિક્રિયાઓ તો એવી આવી રહી છે કે જ્યારે મોરબીમાં એ પુલ દુર્ઘટના થઈ પુલ તૂટ્યો એમાં 135 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા ત્યારે તમારી પાસે આટલા બધા પૈસા હતા? તમે એ પરિવાર માટે કેમ ના જાહેરાત કરી? મોરબીમાં અનેક સમસ્યાઓ છે એ સમસ્યા ઉપર બોલવાને બદલે તમે બે કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરો છો. આમ આદમી પાર્ટીના નેતા Pravin Ram આ તમામ સવાલો કરી રહ્યા છે.