મોરેમોરાની લડાઈમાં હવે કથિરિયાની એન્ટ્રી
Morbi વિધાનસભામાં ગોપાલ ઇટાલીયા અને કાંતિભાઈ અમૃતિયા વચ્ચે ચાલી રહેલી ચેલેન્જ અને રાજીનામાની રાજનીતિ હવે નવી દિશામાં આગળ વધી રહી છે, કારણ કે આ લડાઈમાં સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાની ખુલ્લી એન્ટ્રી થઈ છે.
અલ્પેશ કથિરીયાએ સ્પષ્ટ અને વાજબી અભિગમ રજૂ કરતાં જણાવ્યું કે, “ગોપાલભાઈ અને કાંતિભાઈને જનતાએ ચૂંટણીમાં ચૂંટી મોકલ્યા છે, તો તેમણે ખોટી બાબતો છોડીને લોકોના કામ કરવા જોઈએ.” તેમનું કહેવું છે કે “આ પ્રકારની રાજીનામા અને ચૂંટણીની ચર્ચા લોકશાહી માટે એક મજાક સમાન છે.”
તેમણે બંને ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે, “વિધાનસભ્ય તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ.” કથિરીયાએ બંનેને પોતાની પદની ગરિમા જાળવવા અને મતદારોના ભરોસાને તોડવા નહીં આપવાનું સૂચન કર્યું.
અલ્પેશ કથિરીયાએ નરેશભાઈ પટેલના નિવેદન અને ભૂમિકાને પણ સમર્થન આપ્યું છે. “નરેશભાઈ ખોડલધામ તરફથી મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવશે તે યોગ્ય છે અને હું તેમના નિર્ણય સાથે સંપૂર્ણપણે સહમત છું,” તેમ તેમણે જણાવ્યું.