Gujarat Congress: પ્રમુખ પદ માટે વધુ એક નામની ચર્ચા

Gujarat Congress

Gujarat Congress ના પ્રમુખને લઈને ખૂબ નામ જે ચર્ચામાં આવ્યા હતા. તેમાં કોંગ્રેસના પ્રમુખ મામલે ચાર નામ ચર્ચામાં હતા, તેમાં સૌથી વધુ જો અત્યારે ચર્ચામાં હોય તો Indravijaysinh Gohil છે. ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, લાલજી દેસાઈના નામ પણ ચર્ચામાં આવ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. ગમે તે ઘડીએ Gujarat Congress ના પ્રમુખ જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાય રહી છે. છેલ્લી ઘડીએ ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. ઇન્દ્રવિજયસિંહ ગોહેલને પ્રદેશ પ્રમુખની કમાન સોંપાય તો પણ નવાઈની વાત ન કહી શકાય.

આ પણ વાંચો – Kanti Amrutiya: મોરબીમાં રાજુ કરપડા લડશે ચૂંટણી?

Scroll to Top