Ahmedabadનો વિવાદિત Hatkeshwar Bridge આખરે તોડવામાં આવશે. વિગતો મુજબ ગંભીરા બ્રિજ દુર્ઘટના બનતા હવે Ahmedabad મહાનગર પાલિકા દ્વારા હવે આળસ ખંખેરી બ્રિજ મામલે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નિર્ણય લીધો છે. જેમાં વરસાદ પૂર્ણ થયા બાદ AMC Hatkeshwar Bridge તોડવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવશે. આ કામગીરી ૬ મહિનાની અંદર પૂર્ણ થશે. નોંધનીય છે કે, રૂ. 4 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે.
Hatkeshwar Bridge ને જમીનદોસ્ત કરવાની કામગીરી શ્રી ગણેશ એજન્સીને સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બ્રિજને તોડવામાં આવશે, જોકે હાલ નવો બ્રિજ બનાવવા બાબતે કોઈ વિચારણા નથી કરવામાં આવી. આ સાથે હવે જે મટીરિયલ બ્રિજમાંથી નીકળશે તેને વેચીને પણ મનપા પૈસા કમાશે.
નિષ્ણાત રિપોર્ટમાં નબળી ગુણવત્તાનો ખુલાસો:
૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ આઈ.આઈ.ટી. રુડકીના તજજ્ઞો દ્વારા બ્રિજની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. બાદમાં આપવામાં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બ્રિજમાં ઉપયોગમાં લેવાયેલા કોંક્રીટની ગુણવત્તા નબળી હતી.
૧૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ તજજ્ઞ પેનલે આપેલા રિપોર્ટ મુજબ, ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) ના નિયમો ૫ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઈ ગયો છે. પેનલે એ પણ નોંધ્યું કે કોન્ટ્રાક્ટર ટેન્ડર મુજબ એક વર્ષનો ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ પૂરો થયો હોવાનું ગણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે ટેક્નિકલ રીતે અયોગ્ય છે.
બ્રિજનો વર્તમાન ઉપયોગ અને અગાઉના ટેન્ડર:
બ્રિજ પર પડેલા ગાબડાં અને જોખમી સ્થિતિના લીધે વાહન વ્યવહાર બંધ કરાયા બાદ હાલ આ બ્રિજનો ઉપયોગ વાહન પાર્કિંગ તરીકે થઈ રહ્યો છે. બ્રિજ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો એકત્ર કરવાની લારીઓના ઢગલા પણ કરાયા છે.
આ બ્રિજને તોડી પાડવા અને નવો બનાવવા માટે AMC દ્વારા અગાઉ પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને રાજસ્થાનની એક એજન્સી સાથેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હતી. જોકે, વિવાદોના પગલે AMC એ તે સમગ્ર પ્રક્રિયા રદ્દ કરી હતી. રૂ. ૯.૩૧ કરોડનું આ ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ભવિષ્ય માટે AMC દ્વારા બહાર પાડવામાં આવેલું ત્રીજી વખતનું ટેન્ડર છે.
Ahmedabadમાં Hatkeshwar Bridge વિવાદનું ઘર બન્યો છે અને ભાજપના ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો અમદાવાદીઓ ભોગ બની રહ્યાં છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ૪૦ કરોડના બ્રિજને તોડવા પાછળ રૂ. ૯.૩૧ કરોડનો ખર્ચ, અમદાવાદીઓને પડેલી હાલાકી, કરોડો રૂપિયાનો માનવશ્રમ અને સરકારી મશીનરીનો વ્યય – આ બધાની તો કોઇ ગણતરી જ કરતું નથી. આ ઘટના શહેરી આયોજન અને બાંધકામમાં ગુણવત્તા નિયંત્રણ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે.