Chaitar Vasava: ગોપાલ ઈટાલિયાને વકીલનો વળતો જવાબ

Chaitar Vasava (2)

થોડા સમય પહેલા ડેડિયાપાડાની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સિમિત લોકો હાજર રહેતા હોય છે. તેમાં ધારાસભ્ય હોય પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય અને અન્ય લોકો હોય. આ બધી જ ઘટનાની અંદર એવી એક ઘટના બની કે Chaitar Vasava ની પર આરોપ લાગ્યો કે જે સંજય વસાવા છે. એમની ઉપર માર મારવાનો આરોપ લાગ્યો અને જાનથી મારી નાખવાનો આરોપ પણ લગાડ્યો. ત્યારબાદ પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો અને Chaitar Vasava ની ધરપકડ થાય છે. ધરપકડ થયા બાદ એમને રાજપીપળા લઈ જવામાં આવે છે.

આ આખી ઘટનાને લઈને જે બાર એસોસિએશનના વકીલો એકઠા થાય છે. અને કહે છે કે ભાઈ અંદર નથી જવા દેતા. આખી ઘટનામાં Gopal Italia ની પણ એન્ટ્રી થાય છે. ગોપાલ ઈટાલિયા પણ ત્યાં રાડો પાડીને કહેતા હતા કે ભાઈ હું વકીલ છું. મને કે તમે કેમ રોકી શકો હું વકીલ છું. મને તમે કેમ રોકી શકો. આખી ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ અન્ય એક વકીલનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એમણે ગોપાલ ઈટાલિયાને વળતો જવાબ આપીને કહ્યું છે કે ગોપાલભાઈ તમે રાડો પાડો છો કે હું વકીલ છું. વકીલ છો તો પહેલા ડ્રેસ કોડમાં આવો પછી તમે વકીલાત કરો.

આ પણ વાંચો – Gopal Italia: કાંતિ અમૃતિયાની ઓપન ચેલેન્જ!

Scroll to Top