Bridge Collapse: Vadodara બ્રીજ દુર્ઘટનામાં વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળી આવ્યા છે. વર્ષ 1981માં ગંભીરા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1985માં બ્રિજને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ બ્રિજ પર વાહનવ્યવહાર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો નહતો અને આ મોટી દુર્ઘટનાનો ભોગ લોકો બન્યા છે. દર વર્ષે આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવતું હતું, ઈન્સ્પેક્શનમાં બ્રિજને રિપેરિંગની જરૂર હોવાનું જણાયું હતું પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી.
Bridge Collapse: સંવેદના સમયે પણ પોલીસનું આવું વર્તન!
